ગુજરાતી સ્ટોરી

Gujrati story, gujrati blog, ગુજરાતી વાર્તા લેખન,બોધ વાર્તા, વાર્તા સંગ્રહ 

Indian queen


રાજા તેની રાની ને ખુબ જ પ્રેમ કરતો રાની નાં ઘેર ખીલખીલાટ કરવાં વાડુ કોઈ નહીં ભગવાન ઉજડો વસ્તાર આપવા નું ભુલી ગયા હોય તેમ કેમકે આટલાં ભલા માણસો ને ઘેર તો ભગવાન પણ જાતે આવવાં નું વિચારે રાની ને ઘેર વસ્તાર ન હતો એવાં માં સૌ કોઈ ભલે ને તે રાણી હતાં પણ તેને વાંઝણી કહી ને પીઠ પાછળ બોલાવતા એક દીવસ આ વાત રાની ને કાને આવી ને રાની તો રડવા માંડી રાજાએ કહ્યું 'રાની તમે કેમ રડો છો  ?

રાની બોલ્યા ' રાજા તમે બીજા લગ્ન કરીલો '

રાજા કહે હું તમારી જગ્યા બીજા કોઈ ને નાં આપી શકું , 

રાની કહે મેં જગ્યા આપવા નું ક્યાં કહ્યું પણ આપણો વંશ તો આગળ વધારવો પડશે અને રાજા ઓ ને તો અનેક લગ્ન કરવાની છુટ હોય છે તમે લગ્ન કરશો તો આપણો વંશ આગળ વધશે અને બાળક વિના પિત્રુ તર્પણ કોણ કરશે આપણે અને આપણા પુર્વજો ને મુક્તિ કેવી રીતે મળશે ?

રાજા વિચાર માં પડી ગયા ને પછી બોલ્યા,રાની આ વાત તો સાચી પણ મારૂં મન પાછું પડે છે

રાની બોલ્યા તમે ખોટું નાં લગાવો તો એક વાત કહું બોલીને રાની એ રાજા નાં કાન માં વાત કહી

Advertise 

https://extp.in/Z0XKSO 

રાજા તો સવારે વહેલા ઊઠીને ના‌હી ધોઈ ને પોતાનો રથ લીધો ને ચાલ્યા રથ લઈને એ એક ગામ નાં પાદરે આવ્યાં ને ત્યાં આવી એક છોકરી પાણી ભરી રહી હતી તેને ઉઠાવી ને રથ માં બેસાડી બહું ઝડપે પવન ની જેમ રથ દોડાવ્યો એ છોકરી કાંઈ બોલે તે પહેલાં તેને સમજાવવા માં આવી કે મારી રાની એ તમને તેડાવ્યા રાજા રથ લઈને પોતાના ઠેકાણે આવ્યાં ને રાણી આરતી ની થાળી લઈને બહાર જ ઉભા હતા તેમણે રાજા ની સાથે આ કન્યા નું ગૃહ પ્રવેશ કર્યો કન્યા બોલી આ બધું શું છે?

રાજા કાંઈ બોલે તે પહેલાં 

રાની કહે હું તારી મોટી બહેન તને હુકમ કરૂ કે આજથી રાજા ની એક નહીં બે રાનીઓ તને રાજા એ મારા કહેવાથી ઊઠાવી ને લાવીયા 

રાની ગડગડા અવાજે બોલ્યા જો બહેન આ મહેલ જો સુનું સુનું નાં કોઈ અવાજ નાં કોઈ નો ખિલખિલાટ આ સુના આંગણામાં તારે ખિલખિલાટ કરતો લાવવાનો છે 

બીજી રાની સમજી ગઈ ને બોલી તમારી ઈચ્છા પુરી થશે .

Advertise 

https://extp.in/0310vq

રાજા નાં મન મા શાંતિ નો અનુભવ થયો ને બન્ને રાણીઓ સાથે આંખો મહેલ ખુશ થઈ ગયો મોટી રાણી ની ખુશી નો પાર નહતો પણ છતાં એને એ ઘડી નો ઈંતજાર હતો કે તેને મોટી માં કહેનાર ક્યારે આવશે ,આ બાજું નવી રાણી ને ખુબ ખુશી સાથે રાજાએ કહ્યું કે તમારે અમારા જીવન માં અજવાળું લાવવા નું છે 

નવી રાની રાની બોલ્યા  હું તમણે વચન આપું છુ કે તમારા જીવન માં વહેલા માં વહેલી ખુસ ખબર લાવીશ.

 બે ત્રણ મહીના પછી નવી રાની ને મહીના રહ્યા ને મહેલ માં બધાં ખુશ થઈ ગયા દીવસો વીતતાં ગયાં  તેમને એક સુંદર દિકરા ને જન્મ આપ્યો મહેલ માં બધાં ખુશ થઈ ગયા બન્ને રાની ઓ સાથે રાજા ને પણ બધાં એ વધામણા દિધા થોડા દિવસો પસાર થતા નવી રાની તેનાં મહેલ માં મળે નહીં આખાં મહેલ માં દોડાધામ થઈ કોઈ એ રાની નું અપહરણ કરી દીધું લાગે રાજકુમાર એક દોઢ મહિના નો થયો આ બાજુ જુની રાની એ રાજકુમાર ની દેખ ભાડ કરવામાં કસર નાં રાખી તે રાજકુમાર ને સદા હૈયે ચાપી રાખતા,એક સમયે અડધી રાત્રે રાજા મહેલ માં ભ્રમણકરવા નીકળ્યા ને એક ઘુંઘટ ધારી સ્ત્રી મોટી રાની નાં કક્ષ બાજુ જતાં જોઈ રાજા તેની પાછળ પાછળ ચાલ્યા ધીરેધીરે ઝડપ વધી ને ચાલ દોડ મા બદલાઈ ગઈ રાજાએ એ સ્ત્રી ને પકડી લીધી ને ઘુંઘટ ખોલતાં જોયું તો તેમની નાની રાણી રાજા બોલ્યા રાની તમે પોતાના જ મહેલ માં આ રીતે લુકાછુપી કેમ તેનું કારણ હૂં જાની શકું તમે અત્યાર સુધી ક્યાં હતાં.

Advertise

ત્યાં તો એક દાસી આવી ને રાજા ને કહે સરકાર નાનાં રાની ક્યાંય નહોતાં ગયાં તેતો આ જ મહેલ માં ઘુંઘટો તાની ને દાસી બની રહેતાં 

રાજા બોલ્યા રાની આવું કરવાનું કારણ શું ? 

પછી રાની એ જવાબ આપ્યો રાજા તમે મને અહીં સંતાન માટે લાવ્યા ને હા કે નાં 

રાજા બોલ્યા હા 

રાની કહે મારા આ મહેલ માં આવવાનો એક જ કારણ કે સંતાન પ્રાપ્તિ થાય તમારૂં આંગણું ખિલખિલાટ ભર્યું રહે સાચી વાત ને હા કે ના 

રાજા બોલ્યા હા 

રાની કહે આટલો સમય થઈ ગયો હું દોડ વર્ષ થી અહીંયા છુ હું હોય કે નહીં તમારે કોઈ ફરક નહીં તમે ને મોટી બહેન ( જુની રાની ) તો એક સંતાન થી જ મતલબ આટલાં સમય થી ના મે તમારા મન માં જગ્યા બનાવી શકી કે નાં મહેલ માં રાજા આજે હું છેલ્લીવાર મારા પુત્ર નું મોં જોવાં આવી હતી પછી હું જ્યાં કિસ્મત લઈ જાય ત્યા જવું છુ 

રાજા બોલ્યા આટલું મોટું અપરાધ અને વળી મારાથી 

આ બાજુ જુની રાની પણ આ સાંભળતી હતી રાજાની જોડે આવી ને તે બોલ્યા 

જુની રાની બોલ્યા રાજા સંતાન સુખ માં આપણે એટલા અંધ થઇ ગયા કે બીજા કોઈ નું સુખ આપણે દેખાયું નહીં 

રાજા રાની એ બન્ને નાની રાની જોડે માફી માંગી ને મહેલ માં રહેવાની તેમની જગ્યા આપવાનો વિસ્વાસ આપ્યો 

( આવાં કિસ્સા આપનાં જીવન માં કેટલાક બનતાં હશે જેનું ભાન આપણે અચુક જ હોય છે આપણી ખુશી ને મોહ માં આપણે બીજા નું અજાનતા અનર્થ કરી બેસીએ છીએ, સામાન્ય રીતે પોતાના વ્યક્તિ ને સમય નાં આપશો ,વાત માં ઉતારી પડવું આ પણ એક માનસિક ટોચર નો શિકાર બની રહેતાં હોય છે )



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrati story

ગુજરાતી સ્ટોરી

ભણેલી દીકરી બે કુળ તારે gujrati story