ગુજરાતી સ્ટોરી

Gujrati story


ગુજરાતી વાર્તા, ગુજરાતી બ્લોગર, ગુજરાતી વાર્તા સંગ્રહ

ભગવાન ની આ જબરી કે પછી ગજબ લીલાં જોવો એક જ પરીવાર માં ચાર ચાર છોકરીઓ અને એક દીકરો તો પણ પાંચેય ભાઈ બહેન ખોડ ખાંપણ વાળા ને વળી બાપ અપંગ ને માં તોતડાપણું બોલતી એક છોકરી નો કાન કામ નહતો કરતો બીજીને આંખે અતિશય ચશ્મા ત્રીજી ને તો ભગવાનને અવાજ નહીં આપ્યો ચોથી છોકરી વળી બધાના કરતાં હોશિયાર તેને બસ થોડી બોલવાં માં તકલીફ અને એક ભાઈ હતો તેને તો ભગવાનને ત્રાસા પગ આપ્યાં પણ ચાલી શકે ખરો આમાં માં બાપ એ કાન વગર ની દીકરી ને મોગુ મશીન લઈ આપી ને સાંભળતી કરી બીજી નાં આંખ નું ઓપરેશન કરાવીને તેને તેજ આપ્યું ત્રીજીને સ્પેશિયલ ગુંગાઓની સ્કૂલમાં ભર્તી કરાવી ને ચોથી તો ઠીક ઠાક જ હતી બસ થોડી બોલવાં માં તોતડાપણું હતું તે પણ એટલું બધું નહીં માતા પિતા નાં પેઢી નાં ખજાના અને રૂપિયા ને કારણે બધા નું સારી રીતે જીવન પસાર થતું અને જીવતા ભગવાન આપેલા પાંચ બાળકો ને તેની પહેલા જ જીવવાનું નાખી દીધું હતું તેને પોતાના બાળકો ને એક પણ વાત અને વસ્તુઓની ખોટ નહીં એક પછી એક બાળક ના માટે સમય કાઢી ને સૌને સુખી કરી દીધાં છોકરા ને ભણાવવા મા થોડીક પણ કસર નાં મુકી છોકરાં ને ભણાઈ ગણાઈ ને વિદેશ મા મોકલ્યો ને તે પણ પગારદાર જોબ સાથે હવે માતા પિતા એ ખોડ ખાંપણ હોવાથી બધી જ છોકરીઓ ને પોતાની મિલકત નો ભાગ પાડી ને શાંતિ થી રહેવાનું નક્કી કર્યું પણ ત્યાં તો છોકરી ઓ લડી પડી.એક છોકરી કહે મારો ભાગ વધારે બીજી કહે મારો ભાગ વધારે ત્રીજી પણ બોલી ઉઠે તે પહેલાં માતા પિતા કહે વધારે ભાગ કોને જોઈએ ચોથી બોલી મારે તો પાંચ ભાગ માં થી બે ભાગ જોઈએ પણ એક આંધળી,બોબળી ને બેરી ત્રણેય ગુસપુસ બોલવાં લાગી કે આમતો તેને બે ભાગ નાં અપાય એવામાં તેનાં બાપ ને હદય નો દુઃખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ને થોડા દીવસ માં રજા આપી ઘરે લાવ્યા ને પછી તેની માં પણ બિમાર પડી માતા પિતા એક ખાટલા માં ને આંધળી છોકરી કહે મારે સાસરે કામ છે મને મારો ભાગ આપી દીધો હોય તો બોબડી કહે ઈસારા થી હાસ્તો એમાં શું મારે પણ મારો ભાગ જોઈએ બેરી બોલી શું તમને ભાગ ની વાતો કરો છો ? એવાં માં સૌથી નાની છોકરી આવી તે બોલી ચાલો થોડાં ઘી ગોળ ખાવા હોય તો સેવા કરો ત્રણેય છોકરી ઓ કહે સાની સેવા પછી નાની એ તેનાં માબાપ માટે શીરો બનાવી દીધો ને શીરો પીરસતાં બોલી કે તમે ત્રણેય ને તો પોતાની જીંદગી બનાવી આપી પણ હવે માબાપ નું થોડું વિચારો બેરી કહે તારે કઈ જવાનું તું તો તેમની સાથે જ છેને તું સેવા કરજે અમે ખબર જોવા આવ્યા કરશું તેનાં પિતા ખાટલા માં પડ્યા આ ચર્ચા સાંભળતા ને ચારે છોકરીઓ ને બોલાવી ને કહ્યું જોવો બેટા તમે ત્રણેય પોતપોતાનો ભાગ માંગ્યો ને એ પણ અમારી ચિંતા કર્યા વગર તમણે શું ખોટ છે તમારી સાસરી માં ધન દોલત ની રેલમછેલ છતાં તમે ભાગ લેવા તલપાપડ થયાં અમારી સાથે થોડીક પણ વાત કરી કે તમને શું જોઈએ મારી નાની દીકરી ને જોવો તેને મારી સામે બેભાગ માગ્યા પણ એવી સરતે કે મારો ભાગ હું સાસરે નહીં લઈ જવું. તમે બધુજ આવી રીતે આપી દેશો તો પાછળ ની તમારી જીંદગી માં શું થશે માતા પિતા ને નાની છોકરી એ સમજાવ્યા ને પછી ખાટલામાં પડેલાં માતા એ નક્કી કર્યું કે આ રહ્યા મિલકત નાં કાગળીયા ને અમે જ્યાં સુધી જીવિએ ત્યાં સુધી ની એ અમારી સુરક્ષા છે તમારે કોઈને વધારે કહેવું હોય તો બોલો બસ બધા ચુપ થઈ ગયા.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrati story

ભણેલી દીકરી બે કુળ તારે gujrati story