ભણેલી દીકરી બે કુળ તારે gujrati story

બે કુળનો ઉદ્ધાર: દીકરી પિતા અને પતિના કુળને ઉગારે છે.

શિક્ષણનું મહત્વ: ભણેલી દીકરી સમાજની શાન છે.

સમાનતા: દીકરી-દીકરો એક સમાન છે.

સશક્તિકરણ: શિક્ષણ એ ત્રીજી આંખ છે 
 તમારી છોકરી મોટી થઈ ગઈ છે તેનાં લગ્ન કરાવી દો તેનાં શરીર ની જાડાઈ જોઈ ને આગળ જઈ કોઈ છોકરો નહીં મળે આપણી નાથ માં તો મેણાં મારવાનુય વધારે આવા લોકો અને આ  જમાના ની બોલી ખુબ ચિંતા ભર્યા અવાજે બોલે ને પછી માતા પિતા બન્ને ને ચડાવતા જાય એક વાર પણ છોકરી નાં ભવિષ્ય નું નાં વિચારતા ઊલ્ટી એવો વિચાર માતા પિતા નાં દિમાગ માં નાંખી દિધો કે છોકરી ને જીવન ભર સારૂ સાસરીયુ નાં મળ્યું તો ? માબાપ ને સગપણ નો વિચાર ન હતો પણ લોકો એ વિચારો પણ બદલી નાખ્યાં અને વળી જટ મગણી પટ વિવાહ કરવાનું વિચારવા માં મજબુર કરી દીધા,એવામાં છોકરો ખોરવા માં ઝાઝો સમય નાં લાગ્યો ને પછી આગળ વાત વધારી ને છોકરીને છોકરો પસંદ ના આવ્યો 


 માબાપ ને જણાવ્યું માબાપે કહ્યું તને ગમે કે ના ગમે તેની જોડે જ લગ્ન કરવાં નાં,ના મનનું લગ્ન કરતાં દીકરી સાસરે ગઈ તેનાં સાસરી માં તો ખુબ સુખ પણ મુરતિયો નાપસંદ નો છતાં તેને મન વાળ્યું ને રહી આમાં બન્યું એવું કે તેનાં પતિ ને પણ તે પસંદ ન હોતી તેની સાથે પણ જબરદસ્તી લગ્ન કરાવેલ બન્ને પતિ પત્ની નાં પસંદ હોવા છતાં લગ્ન વધારે સમય ટકી શક્યા નહીં ને ફક્ત બેમહિના માં જ તેનાં પતિ નું અવસાન થયું ચૌદ વર્ષે દીકરી નું લગ્ન ને પછી વિધવા જીવન માતા પિતા એ પિયરમાં દિકરી ને લાવી દીધી ને બે મહિનામાં બીજે વળાવી દીધી એક જગ્યાએ આવું થતાં માં બાપ ને ખુબ આઘાત લાગ્યો હોવાથી બીજીવાર દીકરી નાં પસંદનું થયૂ સારી રીતે સાસરે ગઈ ને ભગવાનના આશીર્વાદ થી બન્ને પૂન્ય આત્મા ઓ હોવાથી દીકરો દીકરી આપી દીધા ને સુખી સંસાર માં જાને કોઈ ની ટોક લાગી હોય તેમ તેનાં પતિ નું અકસ્માતમાં અવસાન થયું તેની ઉંમર તે સમય માત્ર 25 વર્ષ ને બાળકો એક ચાર અને બીજુ છ વર્ષ નું હવે જવાબદારી નું ભાન થયું આટલી કાચી ઉંમરમાં બે બે વાર પોતાનું જીવન બરબાદ થતાં છોકરી યે હિંમત પણ રાખી છોકરાઓ ને ભણાવવા તેને નોકરી ખોરવાનું ચાલું કરી દીધું પણ જુઓ ભુતકાળ ની ભુલ ભવિષ્ય માં આડે આવી નવ ક્લાસ ભણેલી દીકરી ને કેવી નોકરી મળે માત્ર ને માત્ર સામાન્ય વર્કર ની અને એ પણ થોડા પગાર અને સખત મહેનત વાળી પોતાનાં બાળકો ને ભણાવવા તેને તે પણ સ્વિકાર કરી લીધું અને માબાપ ને સવાલ પુછ્યો કે ભણેલી દીકરી બે કુળ તારે મને તમે ભણાવી નાં એજ મોટામાં મોટી ભુલ હવે મારે મજુરી કરીને જ દીવસો પસાર કરવા પડશે.માબાપ ને પણ અફસોસ થાય છે તેમને પોતાની ભુલ પર પસ્તાવો થયો ને વળી મન માં ને મન માં જીવ બાળતા વિચારે કે દીકરીને ભણાવી હોત તો અત્યારે આવાં દીવસો દેખવા નાં પડતાં જે દીકરી ને ઘરનું ઝાડું પકડતા બાપ કહે મારી દીકરી ને કામ નહીં કરાવવા નું એજ દીકરી આજે કંપની માં સામાન્ય વર્કર તરીકે કામ કરે છે કારણ એક જ ભણતર ની ખોટ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrati story

ગુજરાતી સ્ટોરી