Gujrati story, ગુજરાતી વાર્તા સંગ્રહ લેખણ, નવી વાર્તાઓ નો ભંડાર

 

ગુજરાતી વાર્તાઓ નો ભંડાર, ગુજરાતી સ્ટોરી, gujrati story

સોનલ ને તેની ભાભી ખુબ હેરાન પરેશાન કરે એક દિવસ સોનલ ને તેની ભાભી એ લાકડાં લેવાં મોકલી લાકડાં લેવાં જવાનું પણ લાકડાં બાંધવા દોરળી નહીં આપે સોનલ તો ખુબ આજાજીજી કરે પણ ભાભી કહે દોરી વગર જ લાકડાં લાય સોનલ તો ઘોર જંગલમાં લાકડાં કરવા ગઈ ને તેને લાકડાં નો મોટો મારો તૈયાર કર્યો પણ શું ભારો તૈયાર કરીને સોનલ તો રડવા લાગી એવાં માં એક સાપ આવ્યો સાપ સોનલ ને રડતાં જોઈ ને બોલ્યો 'બેન બેન શું કામ રડો છો ?'સોનલ કહે સાપ દાદા મારી ભાભી એ લાકડાં લેવાં મોકલી પણ મને લાકડાં બાંધવા ની દોરી આપવા ની નાં પાડી દીધી હું શું કરું? સાપ દાદા કહે ' જો બહેન હૂં લાકડાં ના ભારે વીંટળાઈ જવું અને દોરી થઈ જઈશ તું લાકડાં નો ભારો ધીરે રહીને નીચે મુકજે હું ધીરે રહીને સરકી જઈશ ' સોનલે તેની ભાભી નાં જુવે તે રીતે ધીરે રહીને ભારો નીચે મુક્યો ને સાપ દાદા ધીરે રહીને જતાં રહ્યાં ભાભી તો ઘરમાં થી બહાર નીકળી ને જોયું તો તેને ભારે ખમ લાકડાં નો ભારો જોઈ ને નવાઈ લાગી તે વિચાર માં પડી ગઈ ને પછી સોનલ ને ઢગલો કપડાં ધોવા આપી દીધાં સોનલ કહે ભાભી સાબુ લાવો ને કપડા ધોવા માટે ભાભી કહે સાબુ વગર બગલા ની પાંખ જેવાં કપડાં જોઈએ નહીં તો ખાવા નહીં મળે.બિચારી સોનલ તો ઢગલો કપડાં લઈને નદીએ ગઈ ને કપડાં ધોતી ધોતી રડવા લાગી એવાં માં એક બગલુ ઉડતું ઉડતું આવ્યુ ને બોલ્યું 'બહેન કેમ રડે છે ' સોનલ બોલી બગલાભાઈ બગલાભાઈ મારી ભાભી એ સાબુ વગર તમારી પાંખ જેવાં કપડાં કરી આપવાનું કહ્યું બગલુ બોલ્યું 'બહેન બધા જ કપડાં તમે પાથરી દો 'સોનલે બધાં કપડાં પાથરી દીધાં ત્યાં તો બગલાભાઈ કપડાં પર આરોટી ને બધાં કપડાં તેમની પાંખ જેવાં કરી દીધાં.સોનલ તો કપડાં લઈને ઘરે જઈ તો ધોરા ધબ કપડાં જોઈને તેની આંખો ફાડી ગઈ.ભાભી કહે સારું સારું ચલ ઘરમાં પાણી નથી તું પાણી ભરી લાય કહી બે બેઢા આપ્યા ને કહે દોરડું બોરડુ ‌માગતી નહીં નહીં તો ફાંસી એ લટકાવી દઈશ સોનલ તો કુવે જઈ ને બેઠી રડવા લાગી એવાં માં કુવામાં થી અવાજ આવ્યો બેડા રડીશ નાં હું પાણી ઉપર લાવું છુ તું ભરીલે કહી કુવા નું પાણી તો ઉપર આવ્યું ને પાણી ભરી લીધું સોનલ ને ઘરે પાણી નાં બેડા છલોછલ લઈ જતાં જોઈ ભાભી અકળાઈ ને બોલી આ મહારાણી ને મદદે કોઈ તો આવે જ છે એને સોનલ ને બજાર માં વગર પૈસે શાકભાજી લેવાં મોકલી સોનલ કહે હું વગર પૈસે શાકભાજી કેવી રીતે લાવીશ આ વખત તો તેની ભાભી એ છુપાઈ ને સોનલ નો પીછો કર્યો સોનલ બજાર માં તો ગઈ પણ વગર પૈસે શાકભાજી માંગતા તેને સરમ આવી તે એક દુકાને જઈને બોલી ભાઈ થોડી શાકભાજી ઉધારે આપશો હું કામે જઈ પૈસા પાછાં આપી દઈશ એ સાંભળતા શાકભાજી વાળા એ ચોખ્ખી ના પાડી આ બધું તેની ભાભી સંતાઈને દેખી રહી હતી તેને તો વધારે મઝા આવી બીજી બાજું એક યુવાન ની નજર સોનલ અને તેની ભાભી બન્ને પર પડી તે સોનલ જોડે જઈ ને બોલ્યો તમારું નામ શું છે?સોનલે નામ બતાવ્યું ને તે યુવાન કહે જોવો 'જોવો હું આ રાજ્ય નો રાજ કુમાર છુ મને તમેખુબ પસંદ આવ્યાં તમને ખોટું ના લાગે તો હું તમારી સાથે વિવાહ કરવા તૈયાર છુ 'આમ કહી રાજ કુમાર સોનલ ની મરજી થી સોનલ ને લઈ જતો રહ્યો ને તેની ભાભી જોતી રહી ગઈ.





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrati story

ગુજરાતી સ્ટોરી

ભણેલી દીકરી બે કુળ તારે gujrati story