મુખ્ય સામગ્રી પર જાઓ
ગૂજરાતી સ્ટોરી
 |
|
સોનબા ના લગ્ન થયા પછી તે સાસરે થી પોતાના પિયરમાં ગયા પિયરમાં ભાઈ ભાભી સાથે થોડો દિવસ રહેવાનું મન થયું તેથી તે પીયરમાં જઈને રહ્યા થોડાક સમય પછી સોનબાની સહેલીઓ સોનબાને બોલાવવા આવ્યો ચાલ સોનબા આપણે નાહવા માટે નદીએ જઈએ અને ચુંદડી ઓઢીને રમવા જઈએ સોનબા તો નવા નવા લગ્ન કરેલા ચુંદડી કપડા બધું તેમના સાસરિયે મૂકીને આવ્યા હતા તેથી તેમને તેમની ભાભી જોડે નવી ચુંદડી માગી ભાભી એ ચુંદડી અચકતા આપી અને ભાઈએ કહ્યું કે આ ચૂંદડી ઉપર ડાઘો ના પડવો જોઈએ જો દાગ પડ્યો તો તારા લોહીથી ચૂંદડી ને રંગીશ સોનબા ગભરાતા ગભરાતા ચુંદડી લીધી ચુંદડી લઈને તે સહેલીઓ જોડે નાહવા ગયા ચુંદડી એક બાજુ નદીના કિનારે મૂકી ત્યાં તો તેની ભાભી કાગડો બનીને ચાંચમાં દિવેલ લઈને સોનબા ની ચુંદડી ઉપર રેડી અને ડાઘો પાડી જતી રહી સોનબા નાહી ધોઈને બહાર આવ્યા એમને જોયું કે ભાભીની ચૂંદડી ઉપર તો ડાઘ પડેલો હવે મારો ભાઈ અને ભાભી મને નહીં જીવવા દે સોનબા તો રડતા કકડતા ઘરે ગયા ભાઈ ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે ભાભીની ચૂંદડી ઉપર એક ડાઘ પડી ગયો છે મેં નવી ચુંદડી લઈ આપીશ પણ મને માફ કરી દો તો ભાઈ ભાભી આયા અને ભાઈ કહે સારું ચલ સોનબા તને આપણે મામાના ઘરે મૂકી આવું. મામાના ઘરે મુકવા ગયા સોનબાને અને રસ્તામાં ગંગોર જંગલ આવ્યું ત્યાં જંગલમાં સોનબાને ધડથી કાપીને તેના ભાઈએ હત્યા કરી અને સોનબાના લોહીથી એની ભાભી ની ચૂંદડી રંગી કાઢી થોડા સમય પછી એ સોનબા ના શરીર પડ્યું હતું ત્યાં એક ચંપા નો છોડ ઊગ્યો સોનબાના પિયરમાં ગયા ખાસો સમય થઈ ગયો તેના જેઠ તેને પિયરમાં તેડવા ગયા તો ભાઈ ભાભી કહે સોનબા તો મામાના ઘેર છે સારું સારું કહીને જેઠ પાછા વળ્યા અને રસ્તામાં એ જગ્યાએ આવતા ચંપાનું ઝાડ તેમને ખુબ સરસ લાગ્યું અને ફૂલ તોડવા જતા હતા ત્યાં છોડવો બોલ્યો 'જેઠ મારા ફૂલ ના તોડશો ભાઈની મારેલી બેન ભાભીની રંગેલી ચુંદડી ' તેના જેઠ ને થોડુંક અજીબ લાગ્યું તે ફૂલ તોડ્યા વગર જ પાછા વળ્યા થોડા સમય પછી તેના સસરા સોનબા ને તેડવા ગયા ભાઈ ભાભી કહે સોનબા તો મામાના ત્યાંથી નથી આયા સસરા પાછા વળ્યા અને એ ગોર જંગલમાં સોનબા રુપી છોડવો એ ચંપા ના ફૂલ સસરા તોડવા જતા ત્યાં ' સસરા રે મારા ફૂલો ના તોડશો ભયની મારેલી બેન ભાભીની રંગેલી ચુંદડી ' એમ બોલ્યા અવાજ આયો તેમના સસરા ને અજીબ લાગ્યું અને તે ફુલ તોડ્યા વગર આગળ વધ્યા થોડા સમય પછી સોનબા ના ઘરવાળો તેનો પૈનત તેને તેડવા ગયો તો ભાઈ ભાભી એ જ જવાબ આપ્યો કે સોનબા તો તેના મામાના ત્યાં ગયા છે તેના પતિ તો ડીલે મોઢે પાછા આવ્યા એવામાં સોનબાના પૈનત પાછળને પાછળ સોનબા નો કૂતરો દોડ્યો આવ્યો અને બંને ગોર જંગલ સુધી ચાલતા ચાલતા આવ્યા કે આ ચંપાનો છોડવો કેટલો સરસ છે કેટલા સુંદર ફૂલો છે લાવ મારી સોનલ માટે લઈ જવું એવામાં ફુલ તોડવા જતા હતા ત્યાં તો છોડવા માંથી અવાજ આવ્યો 'પૈનત મારા પૈનત મારા ફૂલો ના તોડશો ભયની મારેલી બેન ભાભી ની રંગેલી ચુંદડી ' કૂતરાને કંઈક નવાઈ લાગી તે કૂતરું ચંપાના છોડના ગોળ ગોળ ફરવા માંડ્યું અને તેના પૈનતે આખો ચંપાનો છોડવો ઉપાડી અને એના ઘરે લઈ જઈ ઘરના આંગણામાં રોપિ દીધો .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો