ગુજરાતી મોટીવેશન
ગરીમા જાળવી રાખવા માં તો નારી જ આગળ આવે એમાં પણ વળી આપના ગુજરાતની નારીઓનું શું કહેવું? આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે પશુપાલન ખેતીથી લઈને દરેક ઘરના ને બહારના કામમાં સ્ત્રીઓ મદદ માટે દોડે છે એવામાં આપણા ગુજરાત માં તો વળી બોલવું શું ઘરના કામકાજ થી લઈને નોકરી ચાકરી કરી રહેલી બહેનો પોતાના અને પોતાના પરિવારના ભરણપોષણ ની જવાબદારી પણ માથે લઈને ફરે છે વળી સ્ત્રીઓના માથે દુનિયાદારીનું પણ ભૂત સવાર હોય છે ગુજરાતમાં ખાસ કરીને પહેરવેશમાં સાડી હોવા છતાં ગુજરાતની નારી પીછે હટ નથી કરતી તે પોતાના કુટુંબ પોતાના પરિવાર દુનિયાદારી દુનિયાનું રીત રિવાજોનું નોકરી બાળકો ની સાર સંભાળ થી લઈને દરેક કામ માં અવ્વલ હોય છે ભારત માં એવી કેટલીક નારી ઓ થઈ ગઈ છે જેને પોતાનું નામ સદીયો સુધી યાદ કરાવી દીધું જેમ કે માતા સિતા ,તોરલ,રાની લક્ષ્મી બાઈ, અહલ્યા ,માતા હંસા જેવી નારી ઓ ને યાદ કરી આજ પણ આપણો દેશ ગૌરવ અનુભવે છે આજ ની નારી પણ કાઈ ઓછું નથી કરતી આ દેશ ની માટી માં એટલી તાકાત છે કે પડ્યા ને પણ દોડતાં કરી દે નારી નારાયણી બનવું સહેલું નથી પણ જે સ્ત્રી આ કરી બતાવે છે તેને નમસ્કાર. એક નહીં અનેક પરીસ્થિતીઓ હોય છે જે સ્ત્રી ને મરદ બનવામાં મજબુર કરી દે છે એક સ્ત્રી જેને પોતાના બાળકો ને મોટા કરવા ઘર ની ચોખટ પાર કરવી પડે અને ઘરનું કામકાજ પતાવીને બહાર કામે જવા મજબૂર થઈ જાય બસ એક કારણ કે તેનાં છોકરાં ને આગળ વધારવા અને તેનાં બાળકો ની જીંદગી બનાવવાં તેને આગળ જઈ તકલીફ ના પડે કેમકે હરામ નું ખાવું એના કરતાં મહેનત ની રોટી વધારે સારી અને મોંઘવારી માં તો મોંઘવારી ને માત આપી હિંમત રાખી જીવવું આગળ વધારવા માં મદદ કરે છે એક પરીવાર ની વાત નહીં લાખો પરીવાર ની આ કહાની છે આજકાલ કોઈ નો બંગલો જોઈ પોતાની ઝુંપડી ભાંગી ના શકાય કેમકે કુદરત માટે તો સૌ સરખા એક ને આપવું ને એક જોડે છીનવુ એ કુદરત નો નિયમ નહીં ભગવાન બધાં ને ચાર પાયા આપે છે જેમાં થી એક પાયો તો ટુટલો જ હોય જો ચાર પાયા સરખા હોય તો આજનો માનવ ભગવાન ને પણ ભુલી જાય આતો દુનિયા ની દેખા દેખી છે કે કોઈ કહે મને સંપૂર્ણ સુખ છે પણ તે મુર્ખ ના જાની શકે કે ભગવાન સંપૂર્ણ સુખ તો પોતેય નહી ભોગવ્યું જ્યારે રામ અવતાર અને ક્રિષ્ણ અવતાર માં પ્રભુ ભુમિ પર આવ્યા તો જુઓ રામ ને રાજા ને બદલે વનવાસ ભોગગવ્યુ અને વળી પત્ની વિયોગ જ્યારે ક્રિષ્ણ તો જેલ માં જન્મ્યા અને નાનપણથી જ કુટુંબ થી અલગ જો ભગવાન ને પોતે સંપૂર્ણ નાં સુખ નાં મળ્યું હોય તો આપણે માનવો ને ક્યાથી મળે. ખોટાં કોઈ ભ્રમ માં ન રહેસો કે આને ખુબ સુખ છે પેલાં ને ખુબ સુખ સુખ ને દુઃખ નો વારો દીવસ રાત જેવો હોય છે એ આવે ને જાય પણ ટકે કોઈના ઘર માં નહીં .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો