મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતી લેખન
ગુજરાતી માં ઘણું બધું શીખ્યા પણ તોય અંગ્રેજી નું ભુત નાં ગયું માનો કે ગુજરાતી 'માં' છે ને અંગ્રેજી માસી કેમ કે એ પણ આપણી સંસ્કૃત ભાષા માંથી પેદા થઈ છે ગુજરાતી નાં ગુણ રગે રગ ફેલાઈ ગયાં છે તો વળી અંગ્રેજી નો શોખ કેમ ? કેમ કે અંગ્રેજી ને તો આજકાલ નાં લોકો એ માથે ચડાવી દીધું છે એ જ તો મજાની વાત એ છે કે વાલી ઢેડી ઘર અભળાવે પોતાના ઘર ની ભાષા ગુજરાતી છે તેની ગમે તે લાઈન આપણે સરળતાથી સમજી શકીયે અને સમજાવી શકીયે આપની સ્કીલ નાં ઉંડાણ માં જઈ ને એ શબ્દો ને વર્ણવી શકીયે અંગ્રેજી માં પણ આપણે થોડું ઘણું બોલી શકીયે પણ પ્યોર ગુજરાતી જેવું તો ના જ હોય કોઈ ગુજરાતી થઈ ને બીજી ગમે તે ભાષામાં બ્લોગ, વિડિયો કે પછી લેખન કરવા જાય પણ ગુજરાતી જેવી મજા તો ના જ આવે . મુળ વાત એ છે કે તમારી પોતાની ભાષા જેમ કે કોઈની હીન્દી છે તો કોઈ ની અંગ્રેજી તો કોઈ ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ ગમે તે ભાષા હોય પણ તે પોતાની ભાષા રહેવા દે અને બીજી ભાષા માં જો પોતાની વ્યક્તિગત આવડત બતાવવા ની કોશિશ કરે તો તે 100 ટકા ફેલ જ જાય કેમકે ખુદ ની ભાષા માં એ એક નહીં અનેક અહેસાસ અને સંજોગો ની વાત કરી શકે છે તેમાં થી જાત જાત નાં ડાયલોગ પણ બનાવી શેર કરી શકે છે પોતાની ભાષા માં ઊડાન સુધી ઉતરી તેનાં શબ્દો નો જાદુ ફેલાવી શકે તે ભાષા નાનપણથી જ તેનાં સાથે હોવાથી દરેક લાઈન સરળતાથી લખી અને સમજાવી શકાય .એક ઉદાહરણ તરીકે એક છોકરી ને લેખીકા બનવાનું ભુત સવાર જ્યારે સમય મળે ને નોટ પેન લઈને લખવા બેસતી આગળ જતાં તેને 70 કાવ્યો લખ્યાં ને જ્યારે છપાવવા ની વારી આવી તો સામે વાળા એ સો કાવ્યો માંગ્યા એને નિરાશ થઈ ને ઘર નાં ખુણામાં ચોપડો ફેંક્યો ને પછી બ્લોગ ધ્વારા લેખન કરવા લાગી સરસ બ્લોગ લખતી પણ તેની નાં સમજ કે તે હતી ગુજરાતી ને હીન્દી અંગ્રેજી લેખ લખતી તેથી એક વર્ષ,બેવર્ષ કરી તેને દશ વર્ષ બ્લોગ પાછળ કાડી નાખ્યા પણ રીઝલ્ટ કશુય નાં જણાયુ છેવડે તેને પોતાની ભાષા ગુજરાતી જ ગમી જેમાં તે મન મુકીને અને રસપ્રદ વાતો લખી શકે ત્યારે તેને એક સારૂં રીઝલ્ટ મળ્યું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો