મુખ્ય સામગ્રી પર જાઓ
નાનકળી સીયા ને થઈ દાદી ની ફિકર
નાનકળી સીયા ને થઈ દાદી ની ફિકર ટુંકી વાર્તા
સીયા ની મમ્મી તેની બાને ખુબ હેરાન કરતી કામ કરાવતી સીયા ને પણ આ જોઈ દુઃખી થાય પણ બાળક તે બાળક હરરોજ સીયા ની બા ને ઘર કામ બતાવી સુનીતા મંદીરે ભગવાન ના દર્શન કરવા જાય છે સીયા ને પણ સાથે લઈ જાય છે રસ્તા માં શાળા આવતાં તે સીયા ને શાળા એ છોડી આવતી આ તેની રોજની દિનચર્યા હતી કે બા પાસે બધું કામકાજ પૂર્ણ થયા પછી જ ઘરમાં પગ મૂકવો.
ભર બપોરે ઘર માં શાંતિ સ્થપાઈ હતી એવાં માં સીયા સુંદર હાસ્ય સાથે રમતી કુદતી ઘર ની બહાર નીકળી અંદર થી અવાજ આવ્યો સીયા ભર બપોરે 🏡 માં સૂઈ જા બહાર ના નીકળ નહીં તો બાવો આવી ને લઈ જશે એવાં માં સીયા ની માં સુનીતા મેહના મારતી બોલી કે ના જાને આ બાવા ડોસીઓ ને કેમ નહીં લે જાતાં તેની દાદી બીચારી કાંઈ બોલ્યા વગર પોતાની રૂમમાં જતી રહી એવાં માં સીયા નાં પપ્પા આવ્યા સીયા બોલી પપ્પા આ બાવા ડોસીઓ ને કેમ લઈ નહીં જતાં સુરેશ ભાઈ બોલ્યા બેટા તું આવું કેમ બોલે છે સીયા કહે હું નહીં પપ્પા મમ્મી દાદી ને બોલે છે સુરેશ ભાઈ તો અકળાઈ ને લાલ ગમ થતાં તેમની પત્ની સુનીતા જોટે ગયા જઈ ને બોલ્યાં કે બા ને તે આવું કહ્યું સુનીતા કહે એ ડોસી તો આપણા જીવનમાં ઝેર નાખવામાં કંઈ કસર બાકી નહીં રાખે એતો આવું ઈચ્છશે કે તમે મને કાળી મુકો સીયા ના પપ્પા ... આતો માત્ર એક દિવસ ની વાત નહીં પણ રોજે રોજ મને આ ડોસી હેરાન કરે છે સુરેશ ભાઈ તો બોલે શું? એવાં માં સીયા આવી ને બોલી પપ્પા પપ્પા આજે નહીં પણ રોજે રોજ મમ્મી બા ને હેરાન કરે તાના મારે ને કામ કરાવે ને પોતે ઓટલે વાતો કરવા બેસી જાય એવાં માં બા અંદર થી આવ્યા બોલ્યા બેટા બેસ ખાવાનું કાળી આપું સીયા ની મમ્મી એ સીયા ના કાણ પકળી કહ્યું બોલ તો તને આવું કોને શિખવ્યુ એવાં માં સીયા તો બોલી ઉઠી મમ્મી -પપ્પા આ વાત મને આજે ગુજરાતી ના શિક્ષકે શિખવી કે ઘર ના વડીલોની સેવા કરવી,તેમને દુઃખ ના આપવું અને કોઈ દુઃખી કરે તો તેને સુધારવા કેમકે ત્રીસેક વર્ષ પછી તમે પણ એ જ જગ્યા એ ઊભાં રહેશો જ્યાં બા છે સીયા ની વાત સાંભળી તેની મમ્મી બાને અને પપ્પા ને પગે પડી ગઈ અને કહેવા લાગી કે આવી ફરી ભુલ ક્યારેય નહીં કરે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો